ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ શ્રી ધીરજ મુનિ મ.સા. ના આજ્ઞાનુવર્તી પારસ મૈયા પૂ.રંભાબાઈ મ.સ.ના સુશિષ્યા શાસન રત્ના અનશન આરાધક પૂ.નમૅદાબાઈ મ.સ.નો આજરોજ તા.30 કનિદૈ લાકિઅ ગુરુવારના સાંજે લગભગ 6:24 કલાકે સંથારો સીજી ગયેલ છે.પી.એમ.ટ્રસ્ટ સંચાલિત શ્રી ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ,નરભેરામ પાનાચંદ મહેતા કનિદૈ લાકિઅ ઉપાશ્રય ખાતે અકિલા તેઓએ તેઓના પુત્રી રત્ના પૂ.વનિતાબાઈ મ.સ.ના શ્રી મુખેથી સંથારાના પચ્ચખાણ અંગીકાર કરેલ હતાં. બે દિવસ સાગારી સંથારો તથા કનિદૈ લાકિઅ રવિવારથી યાવત્ જીવનના પચ્ચખાણ અંગીકાર કરેલ.
પૂ.નમૅદાબાઈ મ.સ.નો જન્મ સૌરાષ્ટ્રના અકીલા ખીલોસમાં થયેલ.સાડા છ દાયકા ઉપરાંતનો જેઓનો સંયમ કનિદૈ લાકિઅ પયૉય એ વતૅમાન સમયનું જંગમ તીથૅ જ કહેવાય.મારા - તમારા - આપણા સૌના પરમ ઉપકારી છે. *ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનની મોંઘેરી મૂડી સમાન,ઝવેરાત કનિદૈ લાકિઅ તેમજ કોહિનૂર સમાન હતાં.
આજથી લગભગ 68 વષૅ પૂર્વે કાલાવડની પાવન ભૂમિ ઉપર લીબંડી ગોપાલ સંપ્રદાયના પૂ.કેશવલાલજી મ.સાહેબે તેઓને " કરેમિ ભંતે કનિદૈ લાકિઅ " નો પાઠ ભણાવેલ.તેઓના ગુરુણી પારસ મૈયા પૂ.રંભાબાઈ મહાસતિજી હતાં.પૂ.નમૅદાબાઈ મ.સ. 95 વષૅની ઉંમર અને 68 વષૅનો સંયમ પયૉયધારી ઉંચ કોટિનો હળુ કનિદૈ લાકિઅ કર્મી આત્મા હતો. પૂ.નમૅદાબાઈ મ.સ.ને કયારેય કોઈએ દિવાલનો ટેકો લેતા જોયા નથી.કોઈ તેઓને ટેકો લેવાનું સૂચન કરે તો તેઓ તરત જ કહે , ટેકો લેવો કનિદૈ લાકિઅ હોય તો તીથઁકર પરમાત્માઓનો અને સહારો લૂવો તો સિધ્ધ ભગવંતોનો લેવો."* તેઓ સતત જાગૃતિમય અને જિનાજ્ઞામય જીવન પસાર કરેલ. પૂ.ઈલાબાઈની વૈયાવચ્ચ પણ અનુમોદનીય અને અભિનંદનીય રહેલ.પંડિત રત્ના પૂ.વનિતાબાઈ મ.સ.,પૂ.હંસાબાઈ મ.સ.,પૂ.ઉષાબાઈ મ.સ., પૂ.ઈલાબાઈ મ.સ., પૂ.જિનેશાબાઈ મ.સ.,પૂ.બંસરીબાઈ મ.સ.આદિ સતિવૃંદ તેઓને નિત્ય હજારો આગમ ગાથાઓની સ્વાધ્યાય કરાવતા હતાં.જે સંઘ પરમ ભાગ્યશાળી હોય તેને જ પૂ.સાધુ - સાધ્વીજીઓના સ્થિરવાસ તથા અનશન આરાધક આત્માનો મહા લાભ પ્રાપ્ત થાય છે મનોજ ડેલીવાળાએ કહ્યું કે ગુરુણી મૈયા પૂ.નમૅદાબાઈ મહાસતિજી સંયમ માર્ગે આવી અટક્યા નહીં પરંતુ પોતાની પુત્રીને પણ સંયમ માર્ગે લાવી જિન શાસનની જબરદસ્ત પ્રભાવના કરી છે.
તેઓના પુત્રી એટલે કે પંડિત રત્ના પૂ.વનિતાબાઈ મ.સ.માત્ર 16 વષૅની વયે જૈનેશ્ર્વરી ભાગવતી દીક્ષા અંગીકાર કરી રત્નકુક્ષિણી માતાને પગલે જિન શાસનમાં આવી ગોંડલ સંપ્રદાયની આન,બાન અને શાન વધારેલ છે.શાસન રત્ના પૂ.નમૅદાબાઈ મ.સ.સંઘને હિતોપદેશ આપતા કહેતા કે ચતુર્વિઘ સંઘમાં ઐક્યતા જાળવજો,ધમૅ ધ્યાન વધારજો અને સૌ પરમ સુખને પ્રાપ્ત કરજો. સુશ્રાવિકા જાગૃતિબેન કમલેશભાઈ શાહે* જણાવ્યું કે ગુરુણી મૈયા પૂ.નમૅદાબાઈ મ.સ.ને આગમ પ્રત્યે અનન્ય અહોભાવ હતો.તેઓ કહેતા કે જિન શાસનને અખંડ સૌભાગ્યવંતુ રાખવાનો એક સરળ ઉપાય આગમના સિધ્ધાંતોનું અભિવાદન કરવામાં રહેલો છે.
જૈન અગ્રણી હરેશભાઈ વોરાએ* કહ્યું કે નવ વષૅ પૂર્વે તેઓએ સરદારનગર સંઘમા ચાતુર્માસ કરેલ.ત્યારે તેઓની ઉંમર 86 વષૅની હતી.જૈફ વયે પણ તેઓએ અઠ્ઠાઈ તપની આરાધના કરેલ.એ ચાતુર્માસમાં જ્ઞાન ,દશૅન, ચારિત્ર અને તપની અજોડ આરાધના થયેલ.તેઓએ માસક્ષમણ સહિત અનેક નાની - મોટી તપસ્યા કરેલ છે.
સૌરાષ્ટ્ર, હાલાર સહિત અનેક ક્ષેત્રોમાં તેઓએ વિચરણ કરી જિન શાસનની પ્રભાવના કરેલ.છેલ્લા થોડા વર્ષોથી નાદુરસ્ત આરોગ્યને કારણે રાજકોટ ઈન્દ્રપ્રસ્થનગર સ્થા.જૈન સંઘમાં સ્થિરવાસ હતાં. સંઘના સેવાભાવી શ્રાવક - શ્રાવિકાઓની સેવા પણ પ્રશંસનીય રહેલ.થોડા સમય પૂર્વે પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.ની પાવન નીશ્રામાં શાશન રત્ના પૂ.નમૅદાબાઈ મ.સ.નો " ગુરુ માઁ ગુણોત્સવ તપ ત્યાગપૂવૅક ઉજવવામાં આવેલ. જોગાનુજોગ પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.પણ આજે જ રાજકોટ પધાયૉ.તેઓના દશૅન નેજ જાણે ઝંખતા હોય એવું દ્રશ્ય ખડુ થયેલ.
સંથારાની અનુમોદનાર્થે મૂર્તિપૂજક સમુદાયના આચાર્ય ભગવંત પૂ.મુક્તિવલ્લભ સૂરિજી મ.સા.તથા આચાર્ય ભગવંત પૂ.યશોવિજયસૂરિજી મ.સા.પણ પધારી ભાવવાહી નિર્યામણા કરાવેલ.પૂ.રાજેશમુનિ મ.સા.,પૂ.હષૅમુનિ મ.સા.પણ પધારેલ.રાજકોટમાં બીરાજીત અજરામર સં.,સંઘાણી સં.,તેમજ ડુંગર દરબારના અનેક સતિવૃંદ પધારી અનશન આરાધક આત્માની શાતાની પૃચ્છા કરી સંથારાની અનુમોદના કરેલ.
ગોંડલ સંપ્રદાયના પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશી,સુરેશભાઈ કામદાર( જુનાગઢ) તથા દિલીપભાઈ પારેખ ( ગોંડલ ) વગેરે અગ્રણીઓએ સંયુક્તપણે જણાવ્યું કે સુદીઘૅ સંયમ પયૉયધારી શાસન રત્ના પૂ.નમૅદાબાઈ મ.સ.ના દેવલોકગમનથી ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે.તેઓનો આત્મા શીઘ્રાતિ શીઘ્ર શાશ્વત સુખોને પ્રાપ્ત કરી પંચમ ગતિ મોક્ષમાં બીરાજમાન થાય તેવી દેવાધિદેવને પ્રાથૅના.
પાલખી યાત્રા : શાસન રત્ના અનશન આરાધક પૂ.નમૅદાબાઈ મ.સ.ની પાલખી યાત્રા તા. 31/5/2019 શુક્રવારના રોજ સવારના 8:31 કલાકે શ્રી ઈન્દ્રપ્રસ્થનગર સ્થા.જૈન સંઘથી જય જય નંદા,જય જય ભદ્દાના જયનાદ સાથે શરૂ થઈ હેમુ ગઢવી હોલ,ટાગોર રોડ,ભગવાન મહાવીર સ્વામી ચોક,ડૉ. યાજ્ઞિક રોડ,ત્રિકોણ બાગ,લાખાજીરાજ રોડ,સાંગણવા ચોક,મૂળવંતભાઈ દોમડીયા ચોક,ભુપેન્દ્ર રોડ,આચાર્ય ભગવંત પૂ.ડુંગર સિંહજી મ.સા.ચોક થઈ રામનાથ પરા મુક્તિ ધામ પહોંચશે.પાલખી યાત્રા પગપાળા લઈ જવામાં આવશે તેમ રજનીભાઈ બાવીસીએ જણાવ્યું છે
ગુણાનુવાદ સભા : ગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.ની શુભ નિશ્રામાં તથા વિશાળ સતિવૃંદના પાવન સાનિધ્યમાં અનશન આરાધક પૂ.નમૅદાબાઈ મ.સ.ની *ગુણાનુવાદ સભા* તા.1/6/19 શનિવારે સવારે 9:00 કલાકે રાજકોટ નંદવાણા બોર્ડીગ,5 ,જાગનાથ પ્લોટ, માસૂમ સ્કૂલ સામે રાખવામાં આવેલ છે
Comments